Saturday 11 June 2011

''સી.આર.સી. એક્ષપોઝર વિઝીટ - ૨૦૧૧ ''


                       સી.આર.સી. એક્ષપોઝર વિઝીટ - ૨૦૧૧ અબડાસાના રમણીય એવા શ્રી પિંગલેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં કરવામાં આવી હતી. શ્રી પિંગલેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પુરુષોતમગીરી બાપુ એ દીપ પ્રાગટય કરીને કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. આ વિઝીટમાં બી.આર.સી.કો. શ્રી લક્ષ્મણભાઈ ગઢવી, અબડાસા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રામસંગજી જાડેજા, નિવૃત શિક્ષક શ્રી તુલસીગર ગુંસાઈ, અબડાસા શિક્ષક સંઘના રાજ્ય પ્રતિનિધિ શ્રી કિશોરસિંહ જાડેજા, તેમજ સી.આર.સી.ની તમામ શાળાઓના વી.ઈ.સી., એમ.ટી.એ., પી.ટી.એ.,ના સદસ્યો અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અબડાસાની શ્રેષ્ઠ શાળાઓ માં ની શ્રી સાંધવ શાળાના મુખ્ય શિક્ષક શ્રી ચંદ્રકાંતભાઈ મુનવર, વાંકું,કોઠારા અને ડુમરાના સી.આર.સી.કો. શ્રી હાજર રહ્યા હતા. 

                  એક્ષપોઝર વિઝીટ અને તેના હેતુઓ અંગે સી.આર.સી.કો. શ્રી પ્રતાપસિંહ સોઢા એ માહિતી આપી હતી. આ ફક્ત વિઝીટ ન રહેતા મિલન મેળો બની ગયો હતો. આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત બધા ગામના પ્રતિનિધિઓ અને  શાળાના શિક્ષકોએ પોતાની શાળાની ખાસિયતો અને સમસ્યાઓની ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાચુંડા શાળાના મુખ્ય શિક્ષક ખુમાનસિંહ સોઢાએ કર્યું હતું. આભારવિધિ શ્રી સાંયરા શાળાના મુખ્ય શિક્ષક પ્રવીણસિંહ સોઢાએ કરી હતી.


'' શ્રી પિંગલેશ્વર મહાદેવ ''
દીપ પ્રાગટય કરતા મંદિરના મહંત શ્રી પુરુષોતમગીરી બાપુ 

 '' મહેમાનોનું સ્વાગત સન્માન ''
 બી.આર.સી.કો. શ્રી લક્ષ્મણભાઈ ગઢવીનું સન્માન કરતા પ્રવીણસિંહ સોઢા

 અબડાસા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રામસંગજી જાડેજાનું સન્માન કરતા મુકેશભાઈ રાઠોડ

અબડાસા શિક્ષક સંઘના રાજ્ય પ્રતિનિધિ શ્રી કિશોરસિંહ જાડેજા નું સન્માન કરતા ખુમાનસિંહ સોઢા

પ્રાસંગિક ઉદબોધન કરતા માનપુરા સી.આર.સી.કો. શ્રી પ્રતાપસિંહ સોઢા


'' બહોળી સંખ્યામાં ઉપસ્થિત બહેનો, માતાઓ અને ભાઈઓ ''


'' પ્રસાદનો લાભ લેતા સૌ મહેમાનો...''


 દરિયા કિનારે ફરવાનો આનંદ લેતા સૌ શિક્ષક મિત્રો